ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ - 3 ની ભરતી.Gujarat Police Recruitment
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પોસ્ટ : PSI & કોન્સટેબલ
⇒ ફોર્મ શરૂ થવાની તા. : 04/04/2024 (બપોરના 15:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી)
: વયમર્યાદા :
PSI માટે : 21 થી 35 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
ઉમેદવારની જન્મ તા. 30/04/1989 થી 30/04/2003 વચ્ચેની હોવી જોઈએ
કોન્સટેબલ માટે : 18 થી 33 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
ઉમેદવારની જન્મ તા. : 30/04/1991 થી 30/04/2006 વચ્ચેની હોવી જોઈએ
ઉપલી વયમર્યાદા માટે 5 (પાંચ) વર્ષની છૂટછાટ મળશે.(અનામત મહિલા ઉમેદવાર ને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટ મળશે.)
: લાયકાત :
PSI :- ગ્રેજ્યુએટ
કોન્સટેબલ :- 12 પાસ
જગ્યા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) :- 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) :- 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) (પુરૂષ) :- 1000
જેલ સિપોઇ (પુરૂષ) :- 1013
જેલ સિપોઇ (મહિલા) :- 85
કુલ જગ્યા : 12472
અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2022 થી 30/04/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)(તા. 01/05/2021 થી 30/04/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- ધો. 12ની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
અરજી કરવા માટે જરૂરી સુચના.
જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૧૫ (પંદર) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી ભોગે સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.
અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી.
PSI. તથા કોન્સટેબલ ૫રીક્ષાનું સમય૫ત્રક.
PSI કોન્સટેબલ ફોર્મ ભરતા ઉમેદવારો માટે ખાસ સૂચના.
- જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાઈ ગયું છે, તેમણે પોતાનું ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું. અને જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તારીખ 30 એપ્રિલ સુધીમાં ફોર્મ માં સુધારો (નવી અરજી) કરી લેવી. તારીખ 30 એપ્રિલ પછી કોઈપણ સુધારા થઈ શકશે નહીં.
- એક થી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે..
- ફોર્મ ભરાઈ ગયું હોય અને પ્રિન્ટ ના આવતી તો તેવા ઉમેદવારે ફરી વાર ફોર્મ ભરવું નહીં
- પ્રિન્ટની એક બે દિવસ રાહ જોવી. સર્વર રેગ્યુલર થતાં પ્રિન્ટ નીકળી જશે..
- કોન્ફોર્મેશન નંબરનો મેઈલ આવતા પણ વાર લાગશે.
ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના :
- બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
- લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?
- ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.
- જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.
રોજ નવી નવી ભરતી અને યોજનાઓ ની દરરોજ માહિતી લેવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરી ડાઇરેક્ટ અમારા ગ્રુપ Facebook, WhatsApp કે Instagram માં જોડાય શકશો.
Tags:
Bharti